રાખી ચૂકાદો ગુપ્ત... ઈતિહાસ બદલાતા જોયો છે .
પેઢીઓ ને પાના પર જ રાજપાટ ગુમાવતા જોય છે.
રાખી ગુપ્તતા નું આવરણ ઘણા ખેલંદા કમાણી કરે છે .
કુતુહલતા નો નાશ કરવા ઘણા અંધારે ભટકાય છે .
જાણકારી અને જ્ઞાન,સંઘરા ની જણસ એટલે રાખી,
સત્ય ન પચે તો ઘણા આફરા નો અહીં શિકાર થાય છે .
વેદો એ આત્મા ની મર્યાદા કંડારીને પણ સાચવ્યો મર્મ..
અનુભવ જ જાણકારી..નિજતા ને જ બતાવ્યું કર્મ.
#ગુપ્ત