છેદાવુ પડે છે અંગે અંગે..ખાલીખમ થાવું પડે છે .
બંસરી બનીને રહેવું જગતમાં આસાન કામ નથી .
અલગ ઘા ના અલગ અલગ સુર રેલાવવા પડે છે.
ત્યજાઈ ને ક્યારેક ખુણામાં પણ રહેવું પડે છે .
હરી શણગાર બનવાનો માભો મળવો મુશ્કેલ છે.
બંસરી તો જરા બની જુઓ.. પછી રાધા દુર નથી.