ઝઘડો થયો હતો વેદ-કુરાન ની વચ્ચે ,
વાત પહોંચી ઝનુનીઓ પાસે સમયાંતરે .
ચુકાદો આવ્યો કે ' મારે તે જીતે ' જલ્દી ,
લખાણ રહી ગયું અંધારીયા ખુણામાં પડખે .
આવ્યો વરસાદ વહી ગયી તમામ આસ્થા ,
સંકેલીને ભાગ્યા તમામ પોતાના ભાથા .
લીધું પુસ્તક હાથમાં બાળકે..સુકવ્યુ તડકામાં..
બનાવી હોડી પતંગ કર્યું કુદરત ને હવાલે .
#ઝઘડો