પ્રેમ....
એક નાનું વુક્ષ અને એક બાળક બંને સાથે મળીને મોટા થયા.બાળક રોજ તે વુક્ષ ની સંભાળ રાખે.સમય જતાં બંને મોટા થયા , બાળક હવે તેના ફળ ખાય અને તેની છાયામાં બેસી આરામ કરે તેની ડાળીઓ પર હિંચકા પણ ખાય સાથે સાથે વુક્ષ ને પણ મજા આવતી.પણ બાળક હવે યુવાન થયો અને કામકાજ કંઈ પણ મળતું નહીં તો વુક્ષે કહ્યું કે તું મારા લાકડા વેંચીને ગુજરાન કર,યુવાને કહ્યા મુજબ કર્યું પણ દિવસો જતાં વુક્ષ કપાઈને માત્ર થડ જ બની રહ્યું.યુવક મુંઝાતા વુક્ષે છેલ્લે કહ્યું કે તું મારા થડ માથી નાનકડી હોડી બનાવીને વેચ સારા પૈસા મળશે, યુવકે તે પણ કર્યું , હવે વુક્ષે છેલ્લા શ્વાસ વખતે કહ્યું કે મારા વધેલા બીજ રોપીને પણ તું તારુ ગુજરાન ચલાવી શકીશ કંઈ ચિંતા ન કર આપણે ફરી મળીશું.
મિત્રો સાચો પ્રેમ સમર્પણની પરાકાષ્ઠા છે નહીં કે અપેક્ષાઓની માયાજાળ.