Gujarati Quote in Blog by Pandya Ravi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે એક એવા વ્યકિતની જન્મજયંતિ છે.જે ના હોત તો ગુજરાતી સાહિત્ય હોત કે ના હોત.કોઇ એક થી ગુજરાતી સાહિત્ય ના હોય.પણ આજે જેમની વાત કરવાની છે.તેઓનું યોગદાન ગુજરાતી સાહિત્યની એક આગવી ઓળખ ઉભી કરી છે.સૌરાષ્ટ્ર જેમની જન્મભુમિ એવા ઝવેરચંદ મેધાણી .


ગુજરાતની અસ્મિતા ઉભી કરવામાં જો કોઇ નો મુખ્ય વ્યકિતનો ફાળો હોય તો મેધાણી સાહેબ.મેધાણી સાહેબ રચનાઓના લીધે જ ગાંધીજીએ 'રાષ્ટ્રીય શાયર '  બિરુદ આપ્યું.ઝવેરચંદ મેધાણીએ રચનાઓનો સ્વાદ માણવો એ એક લ્હાવો છે.અમુક મેધાણી સાહેબની પંકિતઓ અહી પ્રસ્તુત કરવી છે.

        આગે કદમ 

આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો! ફનાના પંથ પર આગે કદમ!  


       કસુંબીનો રંગ 


લાગ્યો કસુંબીનોરંગ —
    રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!


મેધાણી સાહેબએ એમની કૃતિઓ દ્રારા જનમાનસ માં ગુજરાતી સાહિત્યપણાનો ભાવ જગાડયો છે.સાથે સાથે સૌરાષ્ટ્રને નવી ઓળખ આપનાર ઝવેરચંદ મેધાણી સાહેબની જન્મજયંતિ નિમિતે શત્ શત્ વંદન

Gujarati Blog by Pandya Ravi : 111554530
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now