Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કોઈ સ્ત્રી સ્વયં વિકાસ કરે ત્યારે પુરુષ સમાજ ને ખુચવા લાગે છે, શરુઆત ક્યારેક તેના ઘરે થી પણ થાય છે.આ સમાજ પુરુષ આધિન ત્યારથી થયો જ્યારથી સમર્પણ ની જગ્યાએ શક્તિ નું મહત્વ વધી ગયું.
વેદકાળમાં સ્ત્રી નું આગવું સ્થાન હતું કારણ કે તે જાણતી હતી કઈ જગ્યાએ શક્તિ કરતાં સમર્પણ નું મહત્વ વધારે છે પણ અત્યારે ઘણી સ્ત્રીઓ પુરુષ સમોવડી થવા માટે પોતાનું સ્ત્રીત્વ જતું કરવામાં પાછળ નથી રહેતી સાથે સાથે એ પણ વિડંબણા ઉપજે છે કે પુરુષો એમને કેમ સ્વિકારી શકતા નથી , માટે આ પળ માં સ્ત્રીઓ એ એક કાળજી રાખવી જરૂરી છે કે પુરુષો પાસેથી કોઈ અપેક્ષા ન રાખે, કારણ કે સ્ત્રી નું કામ બોલે એ પહેલાં જરુરી છે નહીં કે એમની આશા.પુરુષ સમોવડુ કામ કરે ત્યારે સ્ત્રી સ્વતહ વિચારી લે છે કે તેણી એ પુરુષ ને જીતી લીધો પણ એ નહીં વિચાર કરે કે તે પોતાના પગ પર ઊભી થઈ છે માટે જ તે પુરુષ ની અવગણના કરે છે.સમાજ ત્યારે સક્ષમ કહેવાય જ્યારે બંને પોતાની વ્યક્તિગત આવડત મુજબ સ્વતંત્ર હોય અને બંને એકબીજાને સમજીને જીવન જીવતા હોય.

Gujarati Thought by Jay Vora : 111553589
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now