નવરાશ ની પળો માં ખુદને માણી લીધો..
તારા હોવાનો અનુભવ પણ જાણી લીધો.
તુ આવ કે ના આવ, મલકતો રહીશ યાદો માં..
તારો ધબકાર મે મારા દિલમાં માપી લીધો.
નથી જાણમાં વચન કે કોઈ કરેલી પ્રતિજ્ઞા તારી..
શું કરીશ ?..મારા વિશ્વાસે જ તને બાંધી લીધો.
વહેણ માં નહીં તો શું થયું, મઝધારે તો ભેગા થશું જ..
મારી જેમ હવે સુકાન તારો મે ઈશ્વર ધારી લીધો.