પરખ પછી થાય છે પેલા તો પૂછપરછ થાય છે.
વ્યવહાર પછી થાય છે પેલા વ્યવસ્થા જોવાય છે.
ઝટ સંકેલી લેજે સામાન તારો જમાનો ઉતાવળો છે.
રસ્તાની ઓળખાણ કરશે તારા,ગંતવ્ય પછી જોવાય છે.
દિલની સભા ચુપકીદી ના લખાણ ધ્યાનમાં લેશે જોજે.
કર્મ ની અહીં 'કિમત' નહીં પણ 'ભાવ' ગણાય છે.
રાખજો આબાદ મઝધારે કશ્તી ને, હલેસાં ધારદાર કરો.
બચીશ તો કરતબ અને બદલીશ તો આસ્વાદ ગણાશે.
#પૂછપરછ