શબ્દો થી કોઈ જકડાયેલ છે કોઈ જોડાયેલ છે અહીં..
લાગણીઓ હવે કોઈ વચારે બંધ નથી વહેણ નથી.
મતલબ નો મંત્ર બધાને ફાવે છે વ્યાપારી છે હવે અહીં..
સંબંધો અને સમજણ નો હવે અહીં વ્યવહાર નથી.
જાગૃત બને જે પરિણામો અને પ્રતિક્રિયાઓ માટે અહીં..
એને ભગવાન માને છે સમાજ,ખુદનો કોઈ આયનો નથી.
આવશે કોઈ અવતાર ધરીને આપણા કલ્યાણાર્થે અહીં..
આ એક હવસ છે જેનો કોઈ ને અહીં ખ્યાલ નથી.