દરેક જખમ અમે ભરી દિધા છે....તારા સમ ,
ઘરના રખોપાં અમે રાખ્યા છે...તારા સમ .
સિતારાઓ તોરણ માં મઢ્યા છે...તારા સમ ,
સુરજના દિવા લટકાવી રાખ્યા છે...તારા સમ .
તે સીવી રાખ્યા'તા જે આભલા જે ગય કાલે જ...
એના દર્પણ ભીંત પર સજાવ્યા છે...તારા સમ.
જે પુજ્યા ભગવાન, જે માંગી પ્રાર્થના તે અહીં..
એ બેસાડ્યા છે મંદિર માં અમે...તારા સમ.