તૂ પાછો આવ કે ના આવ...સમય વહેતો રહેશે.
પગલાં ભલે ભુસાય જાય..કેડી અકબંધ રહેશે.
તસ્વીર તારી મેલી થશે... થશે જીવાતો નો મેળો.
સમયે ન જાણે કેવી મેલીરમત અહીં રમી હશે.
યાદો ના પાયા પર કાલની મિનાર કેમ ચણવી હવે..
હવે બારી માંથી જ તારો પડછાયો પકડવો પડશે.
તુ જાણે કે ના જાણે, કે મે જ કંડાર્યો છે તને અહીં..
પણ માળેથી ઉડી ગયા પછી કોણ પાંછુ આવ્યું હશે.