બેહોશીની હદ આખરી આવી સિતમગર હવે..
તારો પાલવ ગૂંથેલ વચન નો જર્જર થયો હવે.
ના સમજ્યા સુફિયાણી વાતો નું સંધાન સ્થાન..
ઉંહકારો પણ મારો પડઘો બની ગયો હવે.
વિશ્વાસ ના સંબંધ મા માંગ્યા હકીકત ને પુરાવા..
કાલનો કલદાર નીકળ્યો મારો ચોકીદાર હવે.
ઉર્મિઓના અજવાળે બારી ખોલી અમે જરા...
જીવનભર અમાસ છે, એ અંધારે જણાવ્યું હવે.
મોહબ્બત ચાહી છે મે નહીં કે મહેરબાની તારી..
જવાની ક્ષણિક છે પણ નથી એકલી જવા ની હવે.
રાખ ઉધાર મારા બધા કરેલ સાકાર સપનાંઓ તારા..
જા ખુટલ આજથી મુબારક છે તને તારી નિંદર હવે.
'હેમજલ'......
#બેહોશ