પક્ષી પાળવું એ કારાગૃહનો ગુનો હતો. નહીં તો મારી કોટડીમાં હું તેમને સહેજે પાળી શકત.જો હું તેમ કરી શક્યો હોત તો મેં તેમને રાષ્ટ્રીયગીતો શીખવ્યાં હોત;ને પછી શંકરાચાર્ય 'મંડનમિશ્રનું ઘર કયું?'એમ પૂછતા ચાલ્યાં ત્યારે લોકોએ જેમ અભિમાનથી કહેલું કે 'જેમના બારણાં પાસે પોપટ અને મેના વેદાંતની ચર્ચા કરી રહ્યા હશે,જાનીહિ તન્મંડનમિશ્રગેહમ્'તેમ મારી કોટડી વિશે પૂછપરછ કરતું એકાદ નવું બુલબુલ આવે તો તેને જૂનાં બૂલબૂલોએ કહ્યું હોત કે 'જેના સળિયા પાસે મેના અને બુલબુલ હિંદના સ્વાતંત્ર્યગીતો ગાતાં હશે, જાનીહિ તન્બંડનમિશ્રકક્ષમ્, એ જ તે બંડનમિશ્રની-બંડખોરની કોટડી જાણજે!'
-વીર સાવરકર(મારી જનમટીપ પૃ.સં.304)