હું ખુલ્લે દિલે મારો મત દર્શાવું છું. હું એ વાત બરાબર સમજું છું કે તમને મારા વિચારો ઉદામ દેખાશે;અને તેવા છે કે નહીં, તે જોવાને માટે જ કદાચ આ ચર્ચા હોય; પણ મારા વિચારો છૂપાવી રાખવાની જરૂર મને કદીય ભાસી નથી. આ ઐતિહાસિક પ્રશ્ન છે, અને તે વિશે મત ઉચ્ચારવાથી મારા ઉપર સખ્તાઈ થવાની હોય તો ભલે;પણ તે સખ્તાઈના ડરથી હું મારા દેશના ઈતિહાસનું, તેની મુખ્ય મુખ્ય વ્યક્તિઓનું અપમાન છાનોમાનો સાંભળી લેવામાં ના મર્દાઈ સમજું છું.
-વીર સાવરકર(અંદામાન ખાતે જેલમાં જેલર બારીસાહેબ સાથેની 1857 ના સંગ્રામ બાબતે ચર્ચા)
-'મારી જનમટીપ'માંથી