" પ્રેમી બારણું બંધ જોઈને...ખખડાવે છે ,
અંદર થી પ્રેમિકા પુછે છે..કોણ છે ??
પ્રેમી કહે છે કે 'હું છું' ,તે મારો અવાજ ના ઓળખ્યો ?
પ્રેમિકા એ કહ્યું : નહીં , જ્યાં સુધી તારામાં 'હુ' છે ત્યાં સુધી પ્રેમ નો દરવાજો નહીં ખુલે , પાછો જા..
પ્રેમી વર્ષો પછી પાછો આવ્યો અને પેલા ની જેમ દરવાજો બંધ જોઈને ફરી ખખડાવ્યો...
પ્રેમિકાએ પાછુ પુછ્યું કે કોણ છે..
પ્રેમી એ કહ્યું કે હવે તૂ જ છે..
અને દરવાજો ખુલી ગયો. "
:- રુમી.