આબરૂ ની કિંમત 'પરજીવિયો' રાખે છે ..
મ્રુત્યુ કયા કોઈ ની પરવાનગી માંગે છે .
ખુદ નો અરીસો બનવું સહેલું નથી 'હેમજલ' ..
અંધારામાં પડછાયો પણ રજા માંગે છે.
કાલ નો અવાજ આજ નો ઘોંઘાટ બની જાય..
પણ પ્રાર્થના ની ક્યાં કોઈ સાબિતી માંગે છે.
રસ્તો ભલે ભુલાય પણ મંઝિલ યાદ રાખજે..
સફળતાના હવે ક્યાં કોઈ નકશા માંગે છે.
આબાદી-બરબાદી નો જનક તુ જ છો આખિર..
ગજ ખુદનો બંદા .. ખુદ નો જ હાથ માપે છે.
#કિંમતી