શુરુઆત મા હલેસાં હાથ મા રાખજે,
રાખ ભરોસો પણ પોતીકા ને સાથ રાખજે...
મલાજો સમય નો પણ સચવાઈ જાશે,
બસ આન્ગળી નો ઈશારો યાદ રાખજે ...
તારુ સત્ય બસ તારી ખુદની મિલ્કત છે ,
લુટાવી દેવા માટે ભલભલો સહિયારો રાખજે...
ન આ પાર નહીં કે પેલી પાર જવાનું છે ,
બસ હોડી ડૂબે નહીં એ યાદ રાખજે...
મળશે બધા સારા નરસા કિનારા તને પણ,
એને ધ્યાન માં નહીં બસ એનુ ધ્યાન રાખજે..
છો અર્જુન તો મળશે સારથી જગતનો નાથ તને,
પણ યાદ રાખ ધનુષ ને તારા હાથમાં જ રાખજે..
#શરૂઆત