સરનામા શોધવા જતા અમસ્તા એ મળી ગયા..
સવાલ થયો કે પેલા આટલા સસ્તા કેમ ન મળી ગયા.
રસ્તામાં ખીલેલી કળીઓ એ આંખ મિચી દિધી..
વિચારીને કે આ તો પેલા બેય ફરી મળી ગયા.
બસ ત્યારની ખુમારી અમારી હાજરી નોંધવા લાગી..
પાનુ ખોલ્યું તો એના હસ્તાક્ષર પણ મળી ગયા.
બસ પેલો કાફલો અફસોસ નો પાછળ પડી ગયો...
આંખ થોડીક મિચી તો એ આગળ નીકળી ગયા.