લાગણી ની ભિતો મા કંઈક કોતરો તો બની હશે..
અમારી હયાતિમા આ મકાન સળવળયુ તો હશે.
કંઈક પગલા કંઈક પરોણા આવીને ગયા ભલે..
મારા પગરખા નો પેલો ખુણો તો અડીખમ હશે.
છબિઓમા ઘણા અખતરા ને ઈરાદા છે...વખતના છે...
પણ પાઘડીની છેલ્લી કોર તો ગુલાબી જ હશે.
પેલી ટિટોડી નૂ ભાખવુ અને તેતર નો ભીનો ઓડકાર...
વડલાની છાતી મા કંડારેલ નામ સુવાળુ મારુ જ હશે.
ઘણી પરંપરાઓ ઘણી કહેવતો ને ઘણા આશ્ચાસનો...
પણ જયારે ખલેલ પડે ત્યારે મારી યાદ તો આવતી હશે.