એક અંછાદસ
પર્વત પરથી
નીકળી
ઉછળતી,કુદતી,
દોડતી,રમતી,
ભમતી,ખળખળ વહેતી
નદી
દરિયામાં સમાઈ જાય છે.
શું નદી
પર્વત પરથી
દરિયાને
મળવા જ
નીકળે છે?
શું એનો
પર્વત પરથી
શરુ થયેલો પ્રવાસ
બસ
દરિયાને
પામવાનો છે?
શું નદી
સાચે જ દરિયાને
પ્રેમ
કરે છે?
શું નદી
સાચે જ
દરિયામાં સમાઈ
પોતાનું અસ્તિત્વ ઓગાળી નાંખવા
માંગે છે?
મેં
આ બધા જ પ્રશ્નો નદીને પૂછ્યા.
નદીએ મને શું કહ્યું ખબર છે?!?!
નદીએ મને કહ્યું
'દરિયામાં
ભળી જવું એ
મારી મજબૂરી
સિવાય
કશું નથી'
શરદ ત્રિવેદી