હૈયાને ધ્રુજાવતી, માનવતાને મારતી,
એક ઘટના બની મને જે એ રડાવતી.
થોડા પૈસા આપું, હું તમને દેહ આપું,
આ ઘટના સમાવી રડતું રહ્યું એ છાપું.
એ જ ઘટના સ્માભિમાનને હંફાવતી...
છોડી વતન તમારા દેહમાં આવ્યા અમે,
અનેક ધિક્કાર રહી કાર્ય નિભાવ્યા અમે.
પૈસા અને પરિશ્રમમાં, મહેનત હારતી...
તમારી ઇમારત અમારા પરસેવા પર બની,
આજ તમે માનવતા પર કબર કેમ ચણી?
મનોજ પરિસ્થિતિ માણસના રૂપ લાવતી...
સત્તા મૌન છે, શેઠિયાને પણ કંઈક ગેલ છે,
આ મજૂર લોકોને નચાવતો એમની ખેલ છે.
જેમ પૈસા ફેંકો એમ સત્તા ત્યાં ખૂબ નાચતી...
મનોજ સંતોકી માનસ