વિશ્વ પુસ્તક દિવસ
આમ તો જયાર થી ભણાવવાનું શરૂ થાય એટલે પુસ્તકો સાથે એક અતૂટ નાતો જોડાઇ જાય છે.જેમ જેમ આગળ જઇ તેમ વધુને વધુ પુસ્તકો નો પરિચય થાય છે.જો તમારે કોઇ પાકો મિત્ર ના હોય તો ચિંતા નહી કરવાની.પુસ્તકો વાંચવાની શરૂઆત કરી દેવાની પુસ્તક તમારો સાચો મિત્ર બની જશે , એ તમારા જીવનમાં ઘણી બધી જગ્યા એ ઉપયોગી બનશે.મિત્રો કયારેય પણ પુસ્તકો નો સાથ છોડતા નહી , જો તેનો સાથ છોડશો તો તમારે જીંદગી જીવવી ધણી અધરી બનશે.જો પુસ્તકોનો હાથ માં લેશો તો તમારી જિંદગી સરળ બની જશે.
જેટલા પણ સફળ વ્યકિતઓ થયા છે તેમના પુસ્તકો વાંચશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ વાંચન ના કારણે ધણા બધા અંશે સફળ થયા છે.હંમેશા ઓછામાં ઓછું 20 મિનિટ વાંચવાનો સંકલ્પ કરો એ સંકલ્પ પ્રમાણે અમલ કરો.
રવિ પંડયા