દેશભાવના
આજે દેશમાં જે પ્રકારનો માહોલ બનાવવામાં આવી રહયો છે, ત્યારે આપણામાં દેશ પ્રત્યે ની ભાવના ભાવ હોવો જોઇએ.આજના યુવાનો પોતાના કેરિયર પર ધ્યાન આપવું જોઇએ તેની જગ્યા તેમના હાથમાં પત્થરો પકડાવીને દેશમાં ભયનો માહોલ બનાવવામાં આવી રહયો છે.તે યુવાનો પણ સમજવું જોઇએ કે આપણે કોઇના હાથા ના બનીને તટસ્થ રહીને વિચારવું જોઇએ . આપણે કેમ આપણી મૂળભુત ફરજોનું પાલન કરવાનું ચુકી રહયા છીએ ? આ પણ વિચારવું જોઇએ. આપણા દેશમાં વિરોધ કરવાનો સૌને હક છે , પરંતુ વિરોધ ના નામે હિંસા કરવાનો કોઇને પણ અધિકાર નથી . આ વાત યાદ રાખવી જોઇએ. તમે જે સરકારી સંપતિને નુકસાન કરો છો તે તમારા ટેકસની જ આવક થી બનેલું હોય છે , અને નુકસાન કરો છો તો તેની ભરપાઇ પણ સરકાર ટેકસ માંથી કરવાની છે.આપણે આપણી ફરજોનું પાલન કરીએ અને દેશહિત માટે સરકારના નિર્ણયનું સમર્થન કરીએ અને દેશના વિકાસમાં યોગદાન આપીએ.