Gujarati Quote in Thought by Dr.Sharadkumar K Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભાષા દિવસે મારી માતૃભાષા બોલનાર સર્વ ગુજરાતીઓને......
⚘જેવી રીતે નવજાત શીશુ માટે માનું ધાવણ જરુરી છે તે જ રીતે જીવન વિકાસ માટે માતૃભાષા જરુરી છે.
⚘માતૃભાષા જાય તો સંસ્કાર જાય.માતૃભાષા જાય તો તમારી ઓળખ સમાપ્ત થઈ જાય છે.
⚘તમારી ઓળખ,સંસ્કાર,સંસ્કૃતિ ટકાવી રાખવા માટે માતૃભાષા જરુરી છે.
⚘ માતૃભાષા એ વૈચારીક અભિવ્યક્તિનો પ્રાણ છે.માતૃભાષામાં તમે તમારા વિચારો સહેલાઈથી વ્યકત કરી શકો છો.
⚘માતૃભાષા એટલે આપણા શ્વાસોશ્વાસની ભાષા.
⚘મનોવૈજ્ઞાનિકોએ પણ માતૃભાષાનું મહત્ત્વ સ્વીકાર્યુ છે. બાળકને માતૃભાષામાં જ પાયાનું શિક્ષણ આપવું જોઈએ.
આદરણીય ઉમાશંકર જોષીએ કરેલી માતૃભાષાની વંદના યાદ કરીએ.
મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
ઉમાશંકર જોશી
માતૃભાષા એટલે જીવન વિકાસ.

Gujarati Thought by Dr.Sharadkumar K Trivedi : 111345453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now