પાણીના ખળખળ વહેતા પ્રવાહમાં,
વાદળોથી ખચોખચ ભરેલા આભમાં,
પવનથી જોલાં ખાતાં વૃક્ષમાં,
અને ધૂળની ઊડતી ડમરીમાં,
સમીસાંજે આથમતાં સૂર્ય નાં શીતળ તેજમાં,
રાત્રિએ નીતરતી ચાંદનીમાં,
મને દેખાય છે કુદરત લહેરમાં,
જેની કળા નિહાળી ને માણસની આંખો ઠરે,
અને એ પડી જાય છે કુદરતના પ્રેમમાં.
-@nita.