#kavyotsav -2
હૃદય ને બાળ બની રહેવા દો,
મન રાખો નિખાલસ,
જીવન જો એકવાર મળ્યું છે ,
તો, કરી લો જીવવાનું સાહસ.
ભાગદોડની આ જીંદગીમાં,
બે પળ માણી લો આરામની,
સુખદુઃખ તો આવ્યા કરશે,
એના વિના જિંદગી શું કામની.
ભલે ગમે તે પરિસ્થિતિ હોય,
જીવંત જો બની જઈએ ,
તો, કહેવાશું માણસ.
કેમ કે આ તકનિકી ની નવી દુનિયામાં,
મશીન બની ગયો છે માણસ.
ન જેમાં લાગણી, ન કોઈ વ્હાલપ,
મગજ મૂક્યું છે માળવે,
અને જીભ ચોંટી છે તાળવે.
હૃદય તો બસ ખોટી ઝાકઝમાળ થી ચમકે છે,
માણસ માણસને જોઈને પણ ક્યાં મલકે છે?
વેંત જેટલો હૃદયમાં પ્રેમ રાખશું ,
તો,ખોબો ભરીને આનંદ મળશે.
બાકી અંતે તો ખોળિયું માટી થઈને, માટીમાં જ ભળશે.
-Anita.