English Quote in Poem by patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav - 2

કોઈ મારું વીતેલું બાળપણ લઈ આવો,
કોઈ મારા સુખની ચાવી શોધી લાવો.
ચાવી થી બાળપણનું તાળું ખોલી,
લૂંટવી છે મારે આનંદની જોળી.
જ્યાં કોઈ નહોતી માગણી, કોઈ નહોતો વ્હેમ,
હતી માત્ર મા બાપની લાગણી ને,ભાઈ બેન નો પ્રેમ.
માના ખોળામાં,પપ્પાના ખભા પર,
લાગણી મળતી, હૃદય ભરપૂર.
છળ કપટ થી ખુબ ખુબ દૂર,
પ્રેમ ને વ્હાલપથી જીવન હતું ચકચૂર.
ના કોઈ ડર ના કોઈ દુઃખ,
હતું તો માત્ર પ્રેમ અને સુખ.
ધૂળની ઢગલીમાં, પાણીના બંબામાં,
તળાવની પાળ પર, લીમડા ના છાંયડામાં,
ગાયોના ધણની ઘંટડીઓના રણકારમાં,
એમના આવવા થી ઊડતી ધૂળની ડમરીઓમાં,
મંદિરની વાગતી મીઠી ઝાલારોમાં,
જીવન રહેતું ગુંથાયેલું,
જ્યારથી બાળપણ ખોવાઈ ગયું છે,
મન રહે છે મારું મુંજાયેલું.
કોઈ મારું વીતેલું બાળપણ લઈ આવો,
કોઈ મારા સુખની ચાવી શોધી લાવો.
-Anita.

English Poem by patel : 111162059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now