#kavtotsav -2
દુનિયાભરમાં કલાકાર છે ઘણાં,
ક્યાંક તો, ખાલી ચણા વાગે ઘણાં.
જુએ છે બધા સફળતાનાં શમણાં,
ત્યારે લાગે છે સૌ નાજુક નમણાં.
કોઈ જ્યારે સ્વને આકાર આપે છે,
ત્યારે અચૂક એમના નામની હાજરી આપે છે.
કામ ની પાછળ સૌને નામના ની છે લાલસા,
પણ "મા" એવું પાત્ર છે ,
જેને નથી નામનાની કોઈ લાલસા,
જન્મ આપે છે જાતને ગુમાવીને,
અને નામના આપે છે બાળના પિતાને,
સૌથી સુંદર કલાકાર તો જગમાં "મા" છે,
એના જેવી કળા તો ઈશ્વરને પણ નસીબ નથી,
મા ની કળાને નામના આપવા,
ઈશ્વર પણ "મા" ના ખોળે અવતરે છે.
"મા" એક એવું તત્વ છે,
જેના વિના દુનિયાનું કોઈ અસ્તિત્વ જ નથી.
દુનિયાની સુંદરતા જોવી હોય તો,
"મા"ના ખોળા સિવાય કોઈ સારું સ્થળ નથી.
-Anita.