અધૂરી મંઝીલ....
રોજની જેમ બસ હું ને મારી ચા બસ એ રસ્તા ને નિરખતા જ હતા અને વિચારતા જ હતા કે આ સડક પણ મારી જેમ છે, એની ઉપરથી પસાર બધા થાય છે,પણ એનું કોઈ છે નહીં...બધા એને ત્યાં જ છોડી ચાલ્યા જાય છે, કદાચ તે પણ ત્યાં બેઠી બેઠી મને નિરખતી હશે. બસ હું મારી જ અંદર ખોવાયેલો હતો ત્યાં બાજુમાંથી આવાજ આવ્યો 'કેમ આ રસ્તા પર જતાં વાહનો ને જોઈ શુ વિચાર આવે છે?' આ અવાજ સાંભળી મેં મારું ધ્યાન દોર્યું તો એક યુવતી મારી બાજુમાં જ સ્ટુલ રાખી બેઠી હતી, મેં ફરી મારુ ધ્યાન રસ્તા તરફ કરી જવાબ આપ્યો 'બસ આ વાહનોની ગતિ જોઈ આ રસ્તાની સ્થિરતા પર તરસ આવે છે'. સામેથી ફરી જવાબ મળ્યો, ' એ તો વાહનોનો સ્વભાવ છે '. મેં તરત સવાલ કર્યો ' કોઈને એકલા મૂકી જવું ?' મારા આ પ્રશ્ન પછી શાંતિ છવાઈ ગઈ.. થોડીવાર પછી ચા ની ચૂસકી સંભળાઈ અને જવાબ આવ્યો ' ના એકલા મૂકી જવું નહિ, કોઈને મંઝીલ સુધી પહોંચાડવું '.