સ્ત્રી નું ઘર એ કહેવાતું હશે,
જ્યાં એની ઉમર બધાની ઈચ્છાઓ પૂરી કરવામાં વીતી જાય,
ઘર નાં તમામ સદસ્યો માટે જીવન દરમિયાન તેની જાત ઘસાઈ જાય,
પણ ઘરના સદસ્યોની નજરમાં સ્ત્રી પ્રત્યેનો આદર ક્યારેય ના ઓછો થાય,
અને એ સ્ત્રી પ્રત્યેની એમની લાગણી અને સહાનુભૂતિ ક્યારેય ઘસાઈ નહિ,
તો જ,સ્ત્રી પોતાનું સંપૂર્ણ જીવન એ ઘર માટે સમર્પિત કરતાં વાર નથી કરતી.
કદાચ એજ સ્ત્રીનું સાચું ઘર કહી શકાય.
મહિલા દિન ની ઘણી બધી શુભકામનાઓ.
-Anita.