મા જેટલી આતુર હોયછે,પોતાના બાળકને જન્મ આપવા,
એટલી જ વિહવાળતા બાળક ને દુનિયામાં આવવાની હોય છે,
મા શરીરના બધાજ હાડકા તૂટી જાયને જે પીડા થાય, એટલી પીડા ભોગવે છે,
તો, બીજી બાજુ બાળક સંસારમાં આવવાની મથામણ કરીને શ્વાસ લેવા માગે છે.
માના ઉદરમાંથી સંસારમાં આવવા સુધીનો સંઘર્ષ બાળકને જાતે જ કરવો પડે છે,
એમાં મા કોઈ જ મદદ નથી કરી શકતી.
સંસારમાં આવવા મા કરતાં બાળકને તકલીફ વધારે પડે છે.
એવી જ રીતે ઈશ્વર આપણને જીવન આપે છે,
જીવન થી મૃત્યુ સુધીનો સંઘર્ષ તો આપણે જ કરવો પડે છે.
-Anita.