હે ઈશ્વર તને હું શું ફરિયાદ કરું?
તે તો મારી લાયકાત કરતાં પણ મને વધારે આપ્યું છે,
પરોઢ ના સ્ફૂર્તિ સાથે ફરી મારા જીવન માં એક દિન ઉમેરી જીવવા માટે ની સુંદર તક આપી છે,
સમય ન વેડફતા આર્થિક ઉપાજન માટે પણ તે વ્યવસ્થા કરી આપી છે,
તારું જ રૂપ કહેવાય એવા ભૂલકાં ઓ ને શિક્ષણ આપી તારી સાથેની એક સુંદર કડી જોડી આપી છે,
એ ભૂલકાંઓ માં ભાન ભૂલી ને એમની પ્રગતિ માટે બને એટલા પ્રયત્નો કરવાની આવડત આપી છે,
જીવનને ચેતન થી ભરપુર કરીને જીવવાના ઘણા કારણો આપ્યા છે,
સારા કર્મના ફળરૂપે રાત્રી ના ગાઢ નિંદ્રા આપી છે.
હે ઈશ્વર તને હું શું ફરિયાદ કરું?
- એક શિક્ષકના હ્રદયે થી.(Anita).