રેતમાં પગલાં પડે છે અને રેતી બંને બાજુ ખસી જાય છે,
તેમ જીવન પણ ક્યાંક એ પગલાં નીચે દબાતું ચાલ્યું જાય છે,અને
સમય રેતી ની જેમ બાજુમાં સરકી જાય છે.
કોઈને સમય ની કિંમત જલ્દી સમજાય છે તો,કોઈને
સમય પોતે આવી ને સમજાવી જાય છે,તો
કોઈ ને સમય એટલે શું એનું અર્થઘટન કરતા જીવન જીવાય જાય છે.
આખરે સમય એટલે છે શું?
સમય એટલે સુખ અને દુઃખ ને પોતાના યોગ્ય બનાવી પોતાની જાત ને પારખવાની કળા,
જે ઈશ્વરે દરેકને આપી છે,
કોઈ એનો ઉપયોગ કરી જાણે છે,અને
કોઈ તેનો અફસોસ.
-Anita.