બધા કહે છે કે ,દીકરી તો પારકી થાપણ કેહવાય,
તો શું જેના ઘરે એ જાય છે તેઓ એને પારકી ગણે છે કે ઘરની લક્ષ્મી?
કહે છે કે વહુ એ તો સાસરિયામાં દૂધમાં સાકાર ભળે એમ ભળી જવું જોઈએ,
તો શું એ નક્કી છે કે જેના ઘરે એ જાય છે,તેઓ પહેલેથી જ લીંબુ લઈને નહિ બેઠા હોય?
દેશ ભલે ગમે એટલો આગળ પ્રગતિ કરે,
પણ આ પ્રશ્ન તો દેશની ૭૦% સ્ત્રીઓ ને હેરાન કરે જ છે,
અને માટે જ આ પરિસ્થિતિઓ થી પર રહીને ,
સ્ત્રીએ હંમેશા પોતાનું અલગ અસ્તિત્વ બનાવવું જ રહ્યું.
-Anita.