દીવાલમાં પડેલી તિરાડો તો સિમેન્ટથી પૂરી લેવાય છે,
પણ, શું હૃદયમાં પડેલા ઘા રૂઝાશે?
સૂર્યાસ્ત પછી સૂર્યોદય હંમેશા થાય છે,
પણ, શું વિતી ગયેલો સમય પાછો આવશે?
મૃત્યુ પછી મોક્ષ ની સૌને લાલસા છે,
પણ, શું જીવતેજીવ મોહમાયા મૂકી દેવાશે?
સૌને પોતાની મહેચ્છાઓ પૂર્ણ કરવી છે,
પણ, શું પોતાના માટે જીવન જીવી શકાશે?
કેટકેટલા જીવનના ઉતારચડાવ સર કર્યા છે,
પણ, શું જીવન ની સાથે મૃત્યુને પણ જીરવી શકાશે?
-Anita.