તે શ્વાસ આપ્યા,
અમે તારા થકી માત્ર વિશ્વાસ રાખ્યો.
તે અમને જીવંત બનાવ્યા,
અમે તને પાષાણમાં પૂજ્યો.
તે અમને માનવ બનાવ્યા,
અમે તને નિર્જીવ પત્થર માં શોધ્યો.
તે રળિયામણી અને સુંદર દુનિયા બનાવી,
અમે તેને મોહ માયા માં જકડી દીધી.
તે જીવન જીવવા આપ્યું,
અમે તેને રમત બનાવી દીધી.
તે પ્રેમ,નિખાલસતા,લાગણી જેવી ભેટ આપી,
અમે તેને નફરત,ઈર્ષા,ધિક્કાર થી ઢાંકી દીધી.
તે અમારા માટે ઘણું કર્યું,
અમે અમારા માટે પણ કંઈ ના કર્યું.
મળશું જ્યારે તને સમય આવ્યે ઈશ્વર,
કંઇજ ન હશે તને આપવા અમે સ્વયં જ હશું નશ્વર.
-Anita.