અડધી રાતે જાગુ સફાળો,
કદાચ સવાર પડી હશે...
સુમસાન રસ્તા પર શોધું પથિકને,
કદાચ કોઈ ભટક્યો હશે..
મથું છું સમાજની જૂઠી બેડીઓ તોડવા,
કદાચ કોઈ અટવાયો હશે...
અંધકાર ભર્યા ઓરડા ખોલતો જાઉં,
કદાચ કોઈ ગૂંગળાતું હશે..
જયારે પોતાનાથી લડી થાકી બેસું છું,
જ્યારે ફરી ઉભા થવાની હિંમત કરું છું
નિરાશા ભર્યા મારા મુખ ને જોઈ આવાજ આવે છે,
હવે ઉભો નહિ થાય,
કદાચ સાવ થાકી ગયો હશે....
- ભાવેશસિંહ