શું લખું ,અને કેટલું લખું?
મારું જીવન લખું કે જીવવાની રીત લખું?
મારા હૃદયનું લખું કે ધબકારાનું લખું?
મનનું માનેલું લખું કે મનને મારેલું લખું?
મારા કરેલ કર્મનું લખું કે નસીબનું લખું?
જે કંઈ લખીશ એમાં અધુરાશ જ હશે,
અને એ અધુરાશ સાથે જિંદગી જીવાય જશે.
આખરે લખું તો શું લખું?