English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AJ

ચાલોને,મકરસંક્રાંતિ પર નવો સંકલ્પ કરીએ,
જેમ સૂર્ય ધનું રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશે ,
એમ,આપણે પણ નિરાશા માંથી આશા તરફ મીટ માંડીએ,
જેમ સૂર્ય હવે અજવાળું વધારે પાથરશે,
એમ આપણે પણ બીજાને ઉપયોગી બની,તેમના જીવનમાં આનંદ પ્રસરાવવાનો પ્રયત્ન કરીએ.
જેમ સૂર્ય થકી આપણા જીવન માં નવી ઊર્જાનો સંચાર થતો રહે છે,
એમ આપણે પણ નવી આકાંક્ષાઓને આકાર આપીને જીવન નો હેતુ સાર્થક કરીએ,
જેમ આકાશમાં પતંગ હળવા ફુલ થઈને લહેરાય છે,
એમ આપણે પણ મનને પ્રફુલ્લિત રાખી ,હૃદયમાં પ્રેમ ભરી જીવન ને લહેરથી જીવી જાણીએ.
જીવાદોરીની ફીરકી ઈશ્વરનાં હાથમાં છે,
દોરી ખેંચાય એ પહેલા પતંગ સરીખા જીવનને આશાઓ થી,લાગણીઓથી, પ્રેમથી અને નિખાલસતાથી ભરીને આગળ વધીએ,
ઈશ્વરની આ સુંદર રચનાને માન આપીએ,
આવનાર દરેક ક્ષણ ને સફળ કરીએ.

English Blog by patel : 111073359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now