મનની શાંતિને શોધવા ન જવાય,
કામ એવા કરો,શાંતિ સામે ચાલીને આવી જાય.
સૌના હૃદયમાં રામ છે એવું કહેવાય,
તો અહીં દરેક રાવણ બની કેમ ઊભો થાય?
માનવ ઈર્ષા,લાલચ થકી છે ભરખાય,
બીજાને દુઃખી કરી મનમાં ચ હરખાય.
જીવનના વૃતાંતને કુદરતની રીતે જીવો,
વાતાવરણમાં પણ આવી જશે ફરક નજીવો.
ભીતર જેને રામ ને,હૈયામાં જેને હામ,
સુખના અનુભવને કરી નહિ શકે કોઈ નાકામ.
મન ની શાંતિ ને શોધવા ન જવાય..