તમારા વિચારોમાં ડૂબતા ગયા,
ખબર પણ રહી નહિ અને,
તમારા હૃદયમાં ધડકતા થયા.
સહભાગી થઈ સમય વિતાવતા રહ્યા,
ખબર પણ રહી નહિ અને,
તમારા સહારાથી જીવતા રહ્યા.
તમારા નયન થી દુનિયા જોતા રહ્યા,
ખબર પણ રહી નહિ અને,
તમે જ મારી દુનિયા બનતા ગયા.
સુખ દુઃખ જીવન નાં ભેગા થઈ,
સહન કરતા રહ્યા,
ખબર પણ રહી નહિ અને,
એકમેકના આધાર બનતા ગયા,
જીવન જીવતા ગયા,
સમય વિતાવતા રહ્યા.
તમારા વિચારો મા ડૂબતા ગયા.