English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુઃખની તો આદત થઈ ગઈ છે,
સુખની રાહ જોતા ઉમર વીતી ગઈ છે.
વર્ષો વિતી જતા વાર નથી થતી,
ગયેલી ક્ષણો પછી નથી વળતી.
વળીને પાછા આવે છે માત્ર સ્મરણો,
એ સ્મરણો ક્ષણોમાં ઉમેરો કરેછે ઘણો.
નવા વર્ષમાં આદતો સારી પાડો,
સુખ અને દુઃખની પાડો ન રાડો.
દુઃખની આદતને પાછળ મૂકો,
સુખની આકાંક્ષાને નેવે મૂકો.
નવા વર્ષમાં નવીન ઈચ્છાઓ ને આવકારો,
જે બનશે તમારા માટે જીવવાનો સહારો.
કામ માટે તો આખી જિંદગી ઓછી પડશે,
સંતોષથી રહેલું જીવન જીવી લ્યો,
લાલસા તો ભારે પડશે.
નવું વર્ષ,નવી આકાંક્ષાઓ,નવીન શમણાં,
નવીન વિચારોથી વધાવી લ્યો વર્ષ ને,
દુઃખ ને પાછળ મૂકી સુખ થઈ જશે બમણાં.

English Blog by patel : 111069484
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now