રાખ થવાની છે કમાલ,
તો શા માટે છે આ ધમાલ?
જીવી લે બેમિસાલ,
રોકવા ની તને કોઈ ની છે મજાલ?
ફૂલમાં ફોરમ હોય છે ત્યાં સુધી,
એ ડાળ પર વળગ્યું છે જ્યાં સુધી.
જીવનું પણ કંઇક છે એવું.
ખોળિયામાંથી ઊડી જાય ને બની જાય પારેવું,
લાકડા ભેગુ તો શરીર ખાખ થાય છે,
આત્માને તો ક્યાં મુંઝારો જ થાય છે.
રાખ થવાની છે કમાલ,
તો શા માટે છે આ ધમાલ?