હતી મને આશ, કે તું નહિ થવાદે નિરાશ,
લાગે છે મને કે, તને સમજવામાં રહી ગઈ છે કચાશ.
તરસ પણ ત્યારે લાગે છે જ્યારે હોતું નથી પાણી,
જરૂર પડે છે હૂંફ ની, પણ કોઇએ ન એની લાગણી પિછાણી.
લાગણી સાથે રમત રમવામાં તને આવે છે મજા,
પણ બની જાય છે એ મારા માટે સ્નેહ થકી સજા.
ગગન ને તો પોતાનો ભાર લાગે ત્યારે જ વરસે છે,
પણ ધરા એને લાગણીના ભીના સ્પંદનો સમજી બેસે છે.
એવું જ કંઇક છે આપણા વચ્ચે,
તું તારા વર્તન પ્રમાણે છે રાચે.
હતી મને આશ....