શું સંબંધ ના પુરાવા હોઈ શકે?
શું પુરાવા આપવાથી જ સંબંધ ટકે?
સંબંધો ના પુરાવા ના હોય,જ્યાં પુરાવા હોય ત્યાં દેખાવ હોય,
અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં સાચો સંબંધ હોય.
સંબંધ ગમે તે હોય ,વિશ્વાસ જરૂરી છે,
પણ એમાં બીજા લોકો ની દખલગીરી બિનજરૂરી છે.
ખબર નઈ લોકો ને બીજામાં આટલો રસ કેમ હોય છે?
લોકો સારા જ હોય એવો ઘણાને વ્હેમ હોય છે.
કંઇક સંબંધો ખાસ હોય જ છે આપણને હેઠા પાડવા,
એવા સંબંધોને ઘણા લાડ ન લડાવવા.
નિખાલસતા,પ્રેમ,વિશ્વાસ એ બધા જ સંબંધો ની જીવાદોરી હોય છે,
એ જીવાદોરી ને સાચવવા અત્યારે બધાની જીભ પર sorry હોય છે.
પણ સાચો સંબંધ તો ત્યારે સચવાય,
જ્યારે એ સંબંધ થી આપણી ભીડ ભંગાય.