તું છે વસંત,હું છું પાનખર.
જીવન એકલું વ્યતીત ના કર.
પંખી બને તું અને ટહુકો એનો હું બનું,
જીવનને પણ મજા આવશે જીવવાની, પછી ભલે ને હોય તું એક સપનું.
તું છે વસંત...
સપનામાં પણ જો તું હોય સંગ,
જીવન માં આવી જાય છે અનેક રંગ.
એ રંગ માં રંગાવવા તું પણ આવી જા,
જો ન આવવું હોય,તો તારા વિના કેવી રીતે જીવાય એ તું મને સમજાવી જા.
પણ સમજાવા તો આવું જ પડશે,
નહીતર આ હૃદય મને ભરમાવી જશે.
માટે જ તને હું હૃદયમાં રાખું છું,
અને મારા જીવન ને તારા સ્મરણથી ટાંકું છું.
તું છે વસંત...