જે વ્યક્તિ પોતાની બોલી બોલે છે,
જે પોતાની આત્મા કહે એમ કરે છે,
એ વ્યક્તિ મન થી સ્વતંત્ર છે.
જેમ કે કોયલ..એ ક્યારેય બીજાની ઈચ્છા થી ટહુકા નથી કરતી,
જે વ્યક્તિ બીજાના બોલ ને પોતાના શબ્દો બનાવે છે,
જે બીજાની આંખે દુનિયા જોવે છે,
એ વ્યક્તિના મન ને બીજા નિયંત્રિત કરે છે.
જેમ કે પોપટ.. જે બીજા ના શબ્દોની નકલ ઉતારે છે.
કહેવાય છે કે નકલમાં અકલ નથી હોતી,
ને અસલ ને કોઈ ની અસર નથી હોતી.