શું હું પૂછી શકું કે તું કેમ છે?
શું મને હક છે તને મનાવવાનો?
આમ તો દિવસો ના દિવસો વીતી જશે અબોલા રહી ને,
શું મને હક છે તને સતાવવાનો?
પહેલા તો વગર કહ્યે જ બધું સમજાઈ જતું,
શું હવે બધું સમજાવું પડશે આપણા સંબંધને?
હૃદયથી બંધાયેલો સંબંધ છે,
શું પૂર્ણવિરામ મુકાઈ જશે આપણા ગઠબંધન પર?
જ્યારે પણ તું મળતી, જીવન ને જીવંત બનાવતી,
શું હવે એ જીવન જીવિત રહેશે તારા સાથ વગર?
જ્યાં પણ હું જતો તું જ મને દેખાતી,
શું એ કલ્પના માત્ર રહી જશે કલ્પના ?
હર એક ક્ષણ તું રહેતી મારા સ્મરણમાં,
શું હવે એ સ્મરણ બની જશે મારી સાંત્વના?
શું હું પૂછી શકું કે તું કેમ છે?