જિંદગી મળી છે જીવતા શીખ,
જીવન ને તું કરી લે પ્રીત.
દુનિયા છે આ તો ભાઈ,નથી કોઈ એની રીત,
ઈશ્વરની આ સુંદર દેન,વેડફી ન નાખ મારા મિત.
સ્વ:થી તું કર પ્રેમ, ક્યારેય નહીં છોડે એ સંગાથ,
એક માત્ર એ જ છે, જે છે અંત સુધી નો સાથ.
લોકો તો કહ્યા રાખે,એમનું કામ જ છે કહેવાનું,
એમના માટે આપણે, આપણું જીવન નથી વેડફવાનું.
જીવન આપણું છે,નથી એના પર કોઈ નો રોક,
બીજાને ક્યારેય ન આપશો એમાં દખલગીરી કરવાનો હક.
બીજાની ચિંતા મૂકી દે,નથી આવવાનું કોઈ કામમાં,
પોતાના માટે થોડું જીવી લે ને રહીશ તું નફામાં.
જિંદગી મળી છે જીવતાં શીખ,
જીવન ને તું કરી લે પ્રીત.