ખાલી સુગંધ પહેરી ને ફુલ ન થવાય,
સમય આવ્યે ખરવાની તાકાત પણ જોઈએ.
"જીવન સંઘર્ષો થી ભરેલું છે" એમ ન વિચારાય,
સંઘર્ષ કરવા માટે જીવનમાં દુઃખ પણ જોઈએ.
દુઃખ આવે ત્યારે ઉદાસ ન થવાય,
દુઃખમાં પણ સુખી થવાની આવડત હોવી જોઈએ.
બીજા ના ખરાબ સમયમાં માત્ર શિખામણ ન અપાય,
તેના સમય ને થોડો સંકેલવાની કળા પણ હોવી જોઈએ.
ફક્ત બ્રાન્ડેડ કપડાં ને ઉચ્ચ જીવન શૈલી થી જીવન નથી ઓળખાતું,
પણ તમારું નામ સાંભળતાં જ બીજા નાં મોં પર સ્મિત છલકાય,
એવું જીવન વ્યતીત કરવાની છટા પણ હોવી જોઈએ.
સમય ખૂબ જ મૂલ્યવાન છે તેથી તેને ગમે તેની સાથે વ્યતીત ન કરાય,
જે આપણી માનસિક તંદુરસ્તી માટે સારી હોય તેવી વ્યક્તિ આપણા જીવનમાં હોવી પણ જોઈએ.